ખેતીવાડી સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ 2026 | i-Khedut Portal Yojana 2026-27 Apply Online

i-Khedut Portal Yojana 2026-27 Apply Online Agriculture Subsidy Scheme Gujarat

 

આઇ ખેડૂત પોર્ટલ પર વર્ષ 2026-27 માટે ખેતીવાડી સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ. કમ્બાઇન હાર્વેસ્ટર, રોટાવેટર, પાવર ટિલર, સોલાર પાવર યુનિટ સહિત 42 ઘટકો પર સહાય મેળવો. છેલ્લી તારીખ 26/04/2026

 i-Khedut Portal Yojana 2026-27 Apply Online
i-Khedut Portal Yojana 2026-27 Apply Online

📢 આઇ ખેડૂત પોર્ટલ 2026-27 ખેતીવાડી સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ

ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા વર્ષ 2025-26 માટે ખેડૂતોને વિવિધ કૃષિ સાધનો અને ખેતી વિકાસ માટે સહાય આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ (i-Khedut Portal) પર ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ ખેડૂતોને આધુનિક ખેતી સાધનો ખરીદવા માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે, જેથી ખેતી વધુ સરળ, ઝડપી અને ખર્ચમાં ઘટાડો થાય.

📅 અરજી સમયગાળો:

  • 27/03/2026 થી 26/04/2026

  • ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સમયસર ઓનલાઈન અરજી કરી યોજનાનો લાભ લે.

📋 યોજનાનો મુખ્ય હેતુ (Objective of Scheme)

  • આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક ખેતી સાધનો ઉપલબ્ધ કરાવવાનો છે.

  • જેથી ખેતીમાં મજૂરી ખર્ચ ઓછો થાય ઉત્પાદન વધે સમય બચત થાય આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ વધે પાણી અને ઊર્જા બચત થાય ખેડૂતોની આવકમાં વધારો થાય

🧰 સહાય માટે ઉપલબ્ધ મુખ્ય સાધનો (Available Agriculture Equipment Subsidy List)

  • વર્ષ 2026-27 માટે કુલ 42 પ્રકારના ખેતી સાધનો પર સહાય આપવામાં આવશે.
  • તેમાંમાંથી કેટલાક મહત્વના સાધનો નીચે મુજબ છે:

🚜 જમીન તૈયારી સાધનો (Land Preparation Tools)

  • કમ્બાઇન હાર્વેસ્ટર, કલ્ટિવેટર, રોટાવેટર, લેસર લેવલર, સબસોઇલ,ર પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડિગર, હેરો (તમામ પ્રકાર), પ્લાઉ (તમામ પ્રકાર), પાવર ટિલર, વગેરે. 

💧 પાણી અને ઊર્જા સંચાલન સાધનો (Water & Energy Management)

  • સોલાર પાવર યુનિટ, પાઇપ, સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) ,પંપ સેટ, પાક સંરક્ષણ સાધનો, તારણી, વાડ, વગેરે. 
See also  i-khedut Best Livestock Farmer Award Scheme 2026 Gujarat | રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના 2026

🚛 પરિવહન અને અન્ય સાધનો (Transport & Other Equipment)

  • માલ વાહક વાહન, પાક સંરક્ષણ સાધનો, સ્માર્ટફોન ખરીદી પર સહાય ,માઇનર સાધનો, અન્ય કૃષિ મશીનો, (કુલ 42 ઘટકોમાંથી ખેડૂતો પોતાની જરૂર મુજબ પસંદ કરી શકે છે.)

👨‍🌾 કોણ અરજી કરી શકે? (Eligibility Criteria)

આ યોજનામાં અરજી કરવા માટે ખેડૂત પાસે નીચે મુજબની યોગ્યતા હોવી જોઈએ:

  • અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ, ખેડૂત પાસે ખેતીની જમીન હોવી જોઈએ, આઇ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરેલી હોવી જોઈએ, આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જોડાયેલો હોવો જોઈએ.

📄 જરૂરી દસ્તાવેજો (Required Documents)

  • અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો જરૂરી રહેશે:

  • આધાર કાર્ડ, 7/12 અથવા 8-A, જમીન દાખલો, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો, મોબાઈલ નંબર, આધાર OTP verification.

🔐 આધાર ઓથેન્ટિકેશન પ્રક્રિયા (Aadhaar Authentication Process)

  • આ યોજનામાં અરજી કરવા માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત છે.

ખેડૂતો નીચે મુજબ આધાર ચકાસણી કરી શકે છે:

OTP દ્વારા ચકાસણી

  • આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર જરૂરી મોબાઈલ પર OTP આવશે OTP દાખલ કરીને Login કરી શકાશે

બાયોમેટ્રિક ચકાસણી

  • Fingerprint દ્વારા Authentication નજીકના CSC Center પર કરી શકાય

📝 ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા (How to Apply Online)

આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો:

Step-1: પોર્ટલ ખોલો

  • 👉 www.ikhedut.gujarat.gov.in

Step-2: Login કરો

  • મોબાઈલ નંબર અથવા આધાર OTP દ્વારા Login કરો

Step-3: યોજના પસંદ કરો

  • તમારી જરૂર મુજબ યોજના પસંદ કરો

Step-4: વિગતો ભરો

  • વ્યક્તિગત માહિતી જમીન માહિતી યોજના માહિતી

Step-5: દસ્તાવેજ અપલોડ કરો

  • જરૂરી documents upload કરો

Step-6: અરજી Submit કરો

  • Application Number સાચવી રાખો

📅 મહત્વપૂર્ણ તારીખો (Important Dates)\

અરજી શરૂ

  • 27-03-2026

અરજી છેલ્લી તારીખ

  • 26-04-2026

📢 મહત્વપૂર્ણ સૂચનાઓ (Important Instructions)

અરજી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે આધાર સાથે મોબાઈલ નંબર જોડાયેલો હોવો જરૂરી સહાય રકમ સીધી બેંક ખાતામાં જમા થશે ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે સમયસર અરજી કરવી જરૂરી

See also  i-khedut Tractor Trailer Subsidy 2026 Gujarat | ટ્રેક્ટર ટ્રેલર સહાય યોજના 2026

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

પ્રશ્ન 1: આઇ ખેડૂત પોર્ટલ શું છે?

જવાબ: આ ગુજરાત સરકારનું ઓનલાઈન પોર્ટલ છે જ્યાં ખેડૂત વિવિધ કૃષિ યોજનાઓ માટે અરજી કરી શકે છે.

પ્રશ્ન 2: છેલ્લી તારીખ શું છે?

જવાબ: અરજી કરવાની છેલ્લી તારીખ 26-02-2026 છે.

પ્રશ્ન 3: આધાર વગર અરજી થઈ શકે?

જવાબ: નહીં, આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત છે.

પ્રશ્ન 4: કયા સાધનો પર સહાય મળશે?

જવાબ: કમ્બાઇન હાર્વેસ્ટર, રોટાવેટર, પાવર ટિલર, સોલાર પાવર યુનિટ સહિત કુલ 42 સાધનો પર સહાય મળશે.

📞 સંપર્ક માહિતી (Contact Details)

વિભાગ: ખેતી નિયામક કચેરી

ગુજરાત રાજ્ય, ગાંધીનગર

📞 ફોન: 079-23254915

📧 Email: ikhedut.gujarat@gmail.com

🔗 મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)

👉 ઓનલાઈન અરજી:

Table of Contents