
ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે હાલ માં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલુ છે. ખરીફ-૨૦૨૫ ખેડુતો માટે જરૂરી સૂચનાઓ e-samridhi portal પર નોંધણી અને Digital Crope Survey ડિજિટલ ક્રોપ સર્વે. જે આગામી ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ગત વર્ષ ની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમ્યાન જે સર્વે નંબર નોંધાવ્યો હસે. તે સર્વે નંબરની સેટેલાઈટ ઇમેજ સાથે સરખામણી કરી ને જે તે વાવેતર ની કૃષિ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે.
ખરીફ-૨૦૨૫ ખેડુતો e-samridhi portal પર નોંધણી અને Digital Crope Survey
જિલ્લા ખેતીવાડી વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા 08/09/2025ના રોજ ઇશ્યુ થયેલ પ્રેસનોટ અનુસાર ખરીદી-2025 માટે ખેડૂતોને તેમના પાકનું ડિજિટલ રેકોર્ડ નોંધાવવા અને જરૂરી માહિતી ઇ-પોર્ટલ (e-samridhi) અને Digital Crop Survey – Gujarat એપ દ્વારા સબમિટ કરવા માટે જણાવ્યું છે.
- જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ખરીફ -૨૦૨૫ માટે ખેડૂતો દ્વારા નોંધણીમાં દર્શાવામાં આવેલ સર્વે નંબરમાં મગફળીના વાવેતર ની સેટેલાઈટ ઇમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
- સેટેલાઈટ સર્વે દ્વારા જે સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે. તેવા કિસ્સામાં ખેતરમાં જઈ ને વાવેતરની ચકાસણી કરવામાં આવશે.
- જેથી હાલમાં ચાલી રહેલા ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જિલ્લાના તમામ ખેડૂતમિત્રોએ પોતાના ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવા તેમજ એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેક્ટ અંતર્ગત ખરીફ -૨૦૨૫ માં ખેડૂત તેમના ગામના સર્વેયર અથવા ખેડૂત જાતે પોતાના ખેતરના પાક વાવેતરની સર્વે કામગીરી કરી શકે છે.
પાક વાવેતરની સર્વે કામગીરી
- એન્ડ્રોઇડ મોબાઇલમાં digital crop survey gujarat એપ્લિકેશન ડાઉનલોડ કરાવની રહે છે. ત્યારબાદ આ એપ્લિકેશન માં સર્વે ની કામગીરી કરાવની થાય છે.
- એપ્લિકેશન ઓપન કરી ભાષા સિલેક્ટ કરી ત્યારબાદ તમારા અકાઉંટ માં સાઇન ઇન કરો તે મેનુ માં જવાનું છે.
- ત્યારબાદ ઓટીપી આધારિત સાઇન ઇન કરો
- ત્યારબાદ ખેડૂત વાવેતરની ની નોંધણીની આગળની કામગીરી કરી શકે છે .
e-samridhi portal
- જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. તે સર્વે નંબર ની ઈ-સમુદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવા અને મગફળી વાવેતરનો જીઓ ટેગ ફોટો લઈ ને તે પોતાના પાસે આધાર પુરાવા તરીકે રાખવા.
e-samridhi portal માં કેવી રીતે અરજી કરશો.
- જોવા માટે 👉🏻 અહીંયા ક્લિક કરો
મુખ્ય બાબતો (Summary)
- ખેડૂતોએ પોતાના સર્વે નંબર ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાવવો આવશ્યક છે.
- ખેડૂતોને આપેલી સૂચના અનુસાર પોતાના વાવેતરની (crop) હાલત દર્શાવવા માટે Geo-tagged ફોટો લઈને Digital Crop Survey એપમાં અપલોડ કરવાના રહેશે.
- જે ખેડૂત પોતાનો સર્વે નંબર ઇ-સમૃદ્ધિ પોર્ટલમાં રજીસ્ટર અને સેટલાઈટ જીઓટેગ સાથે સબમિટ કરાશે તે જ ખરીફ -૨૦૨૫ માં સમાવિષ્ટ ગણાશે.
- અન્ય સર્વે નંબર કે ખોટી માહિતી ધરાવતા ખેડૂતોની અરજી સ્વીકારવામાં નહી આવે.
કેટલીક ઉપયોગી કામગીરી અને પગલાં
- Digital Crop Survey App ડાઉનલોડ કરો: Play Store પરથી અથવા અધિકૃત લિંકથી “Digital Crop Survey – Gujarat” એપ ડાઉનલોડ કરો.
- સર્વે નંબર: તમારા પાસે જે સર્વે નંબર હોય તે એપમાં રજીસ્ટર કરો અને માહિતી ભરો.
- Geo-tagged ફોટા લો અને અપલોડ કરો: પાકના વાવેતરનો જીઓટેગડ ફોટા લઈને આપેલ ફોર્મમાં અપલોડ કરો — તેનાથી સ્થળ અને સમય બંનેનું વિશ્લેષણ મળે છે.
- તમારી માહિતીને તપાસો: એકવાર સબમિટ થયા બાદ જિલ્લા/ખેતીવિભાગ દ્વારા મોનિટરિંગ અને વેરીફીકેશન થશે — જરૂરી ફેરફારો કરવાં સુચિત કરવામાં આવશે.
લાભાર્થી માટે જરૂરી દસ્તાવેજો (મુખ્ય)
- ખેડુતનો પોતાનો સર્વે નંબર
- ખેતરની જગ્યા દર્શાવતો નકશો અથવા 7/12 નકલ (જ્યાં જરૂરી હોય)
- અપલોડ કરવા માટે સ્માર્ટફોન (Camera + GPS) અને ઇન્ટરનેટ કનેક્શન
- જિલ્લા કચેરી માટે ઓળખ અને ફોટો (જરૂરિયાત મુજબ)
ખેડૂતોએ કેવી રીતે સહાય મેળવી શકે?
જો તમને એપ ચાલુ કરવા અથવા Geo-tagged ફોટો અપલોડ કરવામાં મુશ્કેલી આવે તો નજીકની જિલ્લા કૃષિ કચેરી, ખેતીવાડી શાખા અથવા Gram Sevak/ફીલ્ડ ઓફિસરને સંપર્ક કરો. જિલ્લાકીય કાર્યાલય તમારું ડેટા ચકાસી આપશે અને જરૂરી માર્ગદર્શન આપશે.
અતીખાસ સૂચનાઓ અને ભવિષ્યના સ્ટેપ
- આ પ્રોસેસ ખેડૂતોના પાકનું ડિજિટલ રેકોર્ડ બનાવીને ખરીદી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવશે.
- જિલ્લા કચેરીઓ વેરિફાઇડ સર્વે આધારિત પગલાં શરુ કરશે અને યોગ્ય ખેડૂતોને ખરીદી માટે સૂચિત કરશે.
- ખેડૂતોએ પોતાની માહિતી સમયસર અને સાચી રીતે સબમિટ કરવી જરૂરી છે.
સ્રોત: જિલ્લા પંચાયત/ખેતીવાડી શાખા દ્વારા જારી પ્રેસનોટ (તારીખ: 08/09/2025). વધુ વિગતો માટે તમારા જીલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરો.