ચણાના પાકમાં લીલી ઈયળ (Leaf Eating Caterpillar) નો ઉપદ્રવ ખાસ કરીને પાકના શરૂઆતના તબક્કામાં વધુ જોવા મળે છે. યોગ્ય સમયસર સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) અપનાવવાથી ઉપજમાં થતો મોટો નુકસાન અટકાવી શકાય છે.
Leaf Eating Caterpillar in Chickpea Crop
🌿 જૈવિક અને ઘરેલુ ઉપાયો
- લીમડાના મીંજના ભૂક્કા ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મિ.લિ. (૫ ઇસી) અથવા નગરિયાના પાનના ૫૦૦ ગ્રામ અથવા અરડુસીના પાનના ૫૦૦ ગ્રામ અર્ક ૧૦ લિટર પાણીમાં ભેળવી ૨ થી ૩ છંટકાવ કરવા થી Eating Caterpillar in Chickpea Crop માં ફાયદો થશે.
🦠 જૈવિક નિયંત્રણ (Biological Control)
- બેસીલસ થુરિંજીયેન્સિસ (Bt) ૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા બીવેરિયા બેસિયાના ૧ ડબલ્યુપી ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- એક હેક્ટર માટે ૨૫૦ રોગી ઈયળનું દ્રાવણ (NPV) ૫૦૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. Leaf Eating Caterpillar in Chickpea Crop જેથી મહદ અંશે ફાયદો થાય.
🧪 રસાયણિક નિયંત્રણ (Chemical Control)
- વધુ ઉપદ્રવ જણાય ત્યારે છોડમાં ૫૦ ટકા ફુલ આવવાની અવસ્થાએ અને ત્યાર બાદ ૧૫ દિવસે ફ્લુબેન્ડિયામાઈડ ૨ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧.૫ મિ.લિ. અથવા ઇમામેક્ટિન બેન્ઝોએટ ૨ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
⚠️ મહત્વપૂર્ણ સૂચનાઓ
- સ્થાનિક રોગ-જીવાતનો વધુ ઉપદ્રવ જણાય તો ભલામણ કરેલ રસાયણિક જંતુનાશક/ફૂગનાશક દવાઓનો જ ઉપયોગ કરવો.
- દવાનો ઉપયોગ કરતા પહેલા લેબલ પર આપેલી સૂચનાઓ પાક અને રોગ/જીવાત મુજબ અનિવાર્ય રીતે અનુસરવી.
(માહિતી સ્ત્રોત: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને આણંદ કૃષિ યુનિવર્સિટી)
વધુ માહિતી માટે અમારી જોડે જોડાયેલા રહો કૃષિપ્રગતિ.ઇન સાથે