ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી શરૂ

ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી શરૂ

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર! રાજ્ય સરકાર દ્વારા ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

નોંધણી સમય

આ નોંધણી આગામી ૧ થી ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

નોંધણી ક્યાં કરાવવી?

ખેડૂતો આ માટે ઇ-ગ્રામ કેન્દ્રો અથવા ઇ-સમૃદ્ધિ પોર્ટલ મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે. આ નોંધણીથી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળી શકશે. તે સિવાય અમારી વેબસાઇટ www.krushipragati.in માં પણ તમને નોંધણી કરવાની માહિતી મળી જશે.

કૃષિ મંત્રીનો અનુરોધ

રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે વધુને વધુ ખેડૂતો ટેકાના ભાવનો લાભ લઈ શકે તે માટે અનુરોધ કર્યો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને તેમના પાક માટે સુરક્ષિત અને ફાયદાકારક ભાવ પૂરો પાડવાનો છે.
તમારા પાકની નોંધણી કરાવીને આ યોજનાનો લાભ અવશ્ય લો.
આભાર!

ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી શરૂ
ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી શરૂ

વધુ ને વધુ ખેડૂતો સુધી માહિતી મોકલો.

1 thought on “ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી શરૂ”

Comments are closed.