ખેતરમાં નેનો ટેકનોલોજી: નેનો યુરિયાના ફાયદા

ખેતરમાં નેનો ટેકનોલોજી: નેનો યુરિયાના ફાયદા
ખેતરમાં નેનો ટેકનોલોજી: નેનો યુરિયાના ફાયદા

ખેતરમાં નેનો ટેકનોલોજી: નેનો યુરિયાના ફાયદા

નમસ્કાર ખેડૂત મિત્રો, ચોમાસામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામાન્ય છે. આવી પરિસ્થિતિમાં, પરંપરાગત દાણાદાર યુરિયાનો ઉપયોગ કરવો મુશ્કેલ અને બિનઅસરકારક બની રહે છે, કારણ કે યુરિયા પાણીમાં ઓગળી ને ધોવાઈ જાય છે. આવા સમયે, નેનો યુરિયા તમારા માટે એક શ્રેષ્ઠ અને અસરકારક વિકલ્પ સાબિત થઈ શકે છે.

💧 છંટકાવની માત્રા:

૧ લિટર પાણીમાં ૨–૪ મિ.લી. નેનો યુરિયા (૪% N) ભેળવીને દ્રાવણ તૈયાર કરવું. સામાન્ય રીતે, ૧ એકર વિસ્તાર માટે ૫૦૦ મિ.લી.ની એક બોટલ પૂરતી હોય છે. ૨૦ થી ૪૦ મિ.લી. નેનો યુરિયા ૧૦ લિટર સ્વચ્છ પાણીમાં ભેળવી પાકના પાંદડા પર ૪ પંપથી અથવા ડ્રોનથી છંટકાવ કરવો.

🕒 છંટકાવનો સમય:

  • પ્રથમ છંટકાવ: પાકની સક્રિય વૃદ્ધિની અવસ્થામાં (અંકુરણ પછી ૩૦–૩૫ દિવસ અથવા રોપણીના ૨૦ થી ૨૫ દિવસ પછી).
  • બીજો છંટકાવ: પ્રથમ છંટકાવ પછી ૨૦–૨૫ દિવસના અંતરાલે અથવા પાક પર ફૂલો બેસવાના ૭ થી ૧૦ દિવસ પહેલાં કરવો.

🌱 નેનો ખાતર પર સહાય યોજના:

  1. ખેડૂતને પ્રતિ હેક્ટર ખરીદ કિંમતના ૪૦% અથવા વધુમાં વધુ ₹૭૫૦/- ની મર્યાદામાં સહાય મળશે.
  2. એક ખેડૂત ખાતા દીઠ વધુમાં વધુ ચાર હેક્ટરની મર્યાદામાં આ લાભ મળશે.
  3. આ સહાયનો લાભ દર એક સિઝનમાં (ખરીફ, રબી અને ઉનાળુ) મેળવવા શકાય છે.

આવીજ અન્ય માહિતી માટે કૃષિપ્રગતિ જોતા રહો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો