E-Pashu Haat ઈ-પશુ હાટ : ભારતમાં ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પોર્ટલ

EPashu Haatપશુ હાટ : ભારતમાં ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પોર્ટલ

  • ભારત સરકારનો EPashu Haat નો મુખ્ય હેતુ ખેડૂતો અને પશુપાલકોના દૈનિક જીવનમાં તેમની પ્રગતિ તથા પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપી વધુ આવક મેળવવામાં સહાયરૂપ થવાનો છે. આ હેતુને ધ્યાનમાં રાખીને, ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર દ્વારા તાજેતરમાં “ઈ-પશુ હાટ” નામથી ભારતનું સૌ પ્રથમ લાઈવસ્ટોક (પશુધન) માટેનું ઓનલાઈન માર્કેટ વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
e-pashu-haat
e-pashu-haat

 

  • E-Pashu Haat આપોર્ટલનું ઉદ્ઘાટન શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરીયનની જન્મજયંતિ નિમિત્તે 26 નવેમ્બર 2016ના રોજ ભારત સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી રાધા મોહનસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.

  • E-Pashu Haat પોર્ટલ દ્વારાખેડૂતો અને પશુપાલકો ઘેર બેઠા પશુધન, ફ્રોઝન વીર્ય, ફ્રોઝન ગર્ભ વગેરે ખરીદી-વેચાણ કરી શકે છે. આ પોર્ટલનો સૌથી મોટો ફાયદો એ છે કે એક રાજ્યનો ખેડૂત અન્ય રાજ્યમાંથી પણ સરળતાથી પશુધન મેળવી શકે છે.

  • પોર્ટલ સરનામું: https://epashuhaat.gov.in/

E-Pashu Haat જરૂરિયાત

  • તાજેતરના સમયમાં ડેરી ઉત્પાદન ઘટતું ગયું છે. ઘણાં ખેડૂતોનેપર્યાપ્ત પશુધન ન મળવાથી દૂધ ઉત્પાદન ઘટી રહ્યું છે. આ પરિસ્થિતિમાં, કેન્દ્ર સરકારએ સમગ્ર દેશમાં ખેડૂતો માટે એક એવો પ્લેટફોર્મ બનાવ્યો જ્યાં તેઓ પોતાનું પશુધન વેપાર કરી શકે. આ પોર્ટલ દ્વારા ગર્ભ, વીર્ય તેમજ અન્ય સુવિધાઓ માટે પણ વેપાર કરી શકાય છે.

પશુ હાટના ફાયદા

  1. ઘર બેઠા ખરીદીવેચાણ: ખેડૂતોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની જરૂર નથી.
  2. રાજ્યથી રાજ્ય વેપાર: એક રાજ્યના ખેડૂતો અન્ય રાજ્યના ખેડૂતો સાથે વેપાર કરી શકે છે.
  3. હોમ ડિલિવરી સુવિધા: ખરીદેલું પશુધન ઘેર પહોંચાડવાની વ્યવસ્થા છે.
  4. સંગઠિત બજાર: હાલના સમયમાં પશુધન માટે કોઈ સંગઠિત બજાર નથી, પોર્ટલ પહેલું સંગઠિત બજાર છે.
  5. પરિવહન સુવિધા: પશુધનને એક રાજ્યથી બીજા રાજ્યમાં સરળતાથી લઈ જવાની વ્યવસ્થા છે.
See also  પી.એમ. ફસલ વીમા યોજના 2025 Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY) ખેડૂતો માટે ખુશખબર

 


 

પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો

  1. વેબસાઇટ ખોલો: https://epashuhaat.gov.in/ પર જાઓ.
  2. લૉગિન અથવા રજીસ્ટ્રેશન:
  • LOGIN બટન પર ક્લિક કરો.

વધુ માહિતી માટે કૃષિપ્રગતિ જોતા રહો

 


 

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *