Cow-Based Bio Input Scheme
ગુજરાત સરકાર દ્વારા Cow-Based Bio Input Scheme ખેડૂતોને પર્યાવરણ અનુકૂળ અને ગૌ આધારિત બાયો ઇનપુટ સપોર્ટ આપવા માટે “ગૌ આધારીત બાયો ઇનપુટ યોજના” શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોએ પોતાની ખેતી માટે જરૂરી બાયો ઇનપુટ ખરીદવા માટે સહાય મેળવી શકે છે.
યોજનાની વિગતો:
ગૌ આધારીત બાયો ઇનપુટ યોજના Cow-Based Bio Input Scheme – સહાય વિગતો
C-1
• સામાન્ય ખેડૂતો: 50% (મહત્તમ ₹4,000)
• અનુસૂચિત જાતિ/જનજાતિના ખેડુતો: 75% (મહત્તમ ₹5,000)
C-2
• સામાન્ય ખેડુતો: 50% (મહત્તમ ₹5,000)
• અનુસૂચિત જાતિ/જનજાતિના ખેડુતો: 75% (મહત્તમ ₹7,000)
C-3
• સામાન્ય ખેડુતો: 50% (મહત્તમ ₹7,500)
• અનુસૂચિત જાતિ/જનજાતિના ખેડુતો: 75% (મહત્તમ ₹10,000)
અરજી કરવાની તારીખ:
17 મે 2025 થી 31 ઓગસ્ટ 2025
યોગ્યતા:
• ગુજરાત રાજ્યના કાયદેસર ખેડૂત
• ગૌ આધારિત બાયો ઇનપુટ ખરીદવા ઈચ્છુક
લાભ:
• ખેડૂતોને તેમના ખેતી ખર્ચમાં સહાય
• પર્યાવરણ અનુકૂળ ખેતી માટે પ્રોત્સાહન
• કૃષિ ઉત્પાદનને વધારે વ્યાવસાયિક બનાવવું
કેવી રીતે અરજી કરશો:
1. નિકટતમ કૃષિ વિભાગ અથવા Krushipragati.co.in વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
2. જરૂરી દસ્તાવેજો સાથે અરજી સબમિટ કરો.
3. અરજીઓનું વેરીફિકેશન થય બાદ સહાયની રકમ ખાતામાં જમા કરવામાં આવશે.
વધુ માહિતી માટે કૃષિપ્રગતિ જોતાં રહો.