ગાય ભેંસમાં વેતર
ગાય અને ભેંસમાં વેતર પારખવું અને પ્રજનનની સંપૂર્ણ માહિતી
👉 દૂધ ઉત્પાદનની ચાવી સમયસર પ્રજનન અને તેની યોગ્ય તકેદારી છે.
તે માટે ગાય-ભેંસોમાં વેતર (Estrus) પારખવું અત્યંત જરૂરી છે.
🌿 વેતર શું છે?
- ગાય અને ભેંસો અમુક ચોક્કસ સમયમાં જ પ્રજનન કરે છે.
- તે સમયે પશુ આખલા અથવા પાડા માટે ઉભા રહે છે, તેને વેતર કહેવામાં આવે છે.
- બે વેતર વચ્ચેનો ગાળો સરેરાશ ૨૧ દિવસનો હોય છે.
- જો એક વેતર ચૂકી જાય તો ફરીથી ૨૧ દિવસ પછી જ પ્રજનન શક્ય બને છે.
⏰ વેતર આવવાનો સમય અને ગાળો
- ગાય :
- વર્ષભર વેતર બતાવે છે.
- વેતરનો સમયગાળો : 24 થી 36 કલાક.
- ચિન્હો વધુ સ્પષ્ટ દેખાય છે.