શનિવાર–રવિવાર બાદ મંગળવારે હડતાલ | bank strike 4 days gujarat news

શનિવાર–રવિવાર બાદ મંગળવારે હડતાલ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ATM પર ભાર વધશે

શનિવાર રવિવાર બાદ મંગળવાર એમ સતત ચાર દિવસ બેંકો બંધ રહેતાં કરોડોના નાણાકીય વ્યવહાર પર અસર થશે, bank strike 4 days gujarat news

bank strike 4 days gujarat news
bank strike 4 days gujarat news

bank strike 4 days gujarat news

હિંમતનગર, તા. 24: બેંક કર્મચારીઓ દ્વારા હડતાલનું એલાન કરવામાં આવતા આવતા દિવસોમાં સતત 4 દિવસ બેંકો બંધ રહેવાની સ્થિતિ ઊભી થઈ છે. શનિવાર અને રવિવારની રજા બાદ મંગળવારે હડતાલ હોવાના કારણે બેંકિંગ સેવા પર વ્યાપક અસર પડશે.


બેંક કર્મચારી યુનિયન અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશન વચ્ચે પાંચ દિવસના કામકાજની માંગ સહિતના મુદ્દાઓ પર સમજૂતી ન થતાં હડતાલનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. સરકાર દ્વારા માંગો મંજૂર ન થતાં આંદોલન વધુ તીવ્ર બન્યું છે.


નાણાકીય વ્યવહારો અટકી પડશે.

બેંકો સતત બંધ રહેવાના કારણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં કરોડો રૂપિયાનાં નાણાકીય વ્યવહારો અટકી પડશે. ખાસ કરીને વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય ગ્રાહકોને અસુવિધાનો સામનો કરવો પડશે.


ATM પર રોકડ ઉપાડવા લોકોની ભીડ

ATM પર રોકડ ઉપાડવા માટે લોકોની ભીડ વધવાની શક્યતા છે. બેંકો બંધ રહેતાં રોકડ વ્યવહાર માટે ATM પર ભાર વધશે. બેંકિંગ અધિકારીઓએ લોકોને જરૂરિયાત મુજબ અગાઉથી વ્યવસ્થા કરવાની સલાહ આપી છે.


અન્ય બેંકિંગ સેવાઓ પર અસર

હડતાલને કારણે ચેક્સ ક્લિયરન્સ, લોન પ્રક્રિયા, જમા-ઉપાડ અને અન્ય બેંકિંગ સેવાઓ પર સીધી અસર થશે. વેપારીઓએ પણ વ્યાપારિક લેવડદેવડ માટે વિકલ્પી વ્યવસ્થા કરવાની તૈયારી શરૂ કરી છે.


krushipragati

વધુ માહિતી માટે કૃષિપ્રગતિ જુવો

See also  પી.એમ. ફસલ વીમા યોજના 2025 Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY) ખેડૂતો માટે ખુશખબર

bank strike 4 days gujarat news