સોલાર કંપનીની જોહુકમી | Solar Land Dispute and Crop Damage News

સોલાર કંપનીની જોહુકમી Solar Land Dispute and Crop Damage News

ટીસ્કી ગામે સોલાર કંપનીએ પાક ઉપર જેસીબી ફેરવી દીધો Solar Land Dispute and Crop Damage News, ભૂમિ માલિક સોલાર માટે ૧૬ વીઘા જમીન લીજ પર આપી, ૧૫ દિવસ પહેલાં જ ઉભા પાકને નુકસાન

Solar Land Dispute and Crop Damage News
Solar Land Dispute and Crop Damage News

Solar Land Dispute and Crop Damage News

માલપુર, તા. ૨૪: માલપુર તાલુકાના ટીસ્કી ગામમાં સોલાર કંપની અને ખેડૂત વચ્ચે જમીન લીજ બાબતે ગંભીર વિવાદ સામે આવ્યો છે. આરોપ છે કે સોલાર કંપનીએ જમીન લીજ પર લીધા બાદ ખેડૂતના ઉભા પાક ઉપર જેસીબી ફેરવી ભારે નુકસાન પહોંચાડ્યું છે.


૧૬ વીઘા ના ઘઉં અને દિવેલા

મળતી માહિતી મુજબ, ટીસ્કી ગામના ખેડૂતે સોલાર ઊર્જા પ્રોજેક્ટ માટે પોતાની ૧૬ વીઘા જમીન એક ખાનગી કંપનીને લીજ પર આપી હતી. જમીન પર રવી પાક દિવેલા અને ઘઉં તૈયાર અવસ્થામાં હતો અને લીજના કરાર મુજબ હજુ 15 દિવસનો સમય બાકી હતો.


વ્યાપક નુકશાન

આ દરમિયાન સોલાર કંપનીના કર્મચારીઓ દ્વારા ખેડૂતની સંમતિ વગર જેસીબી મશીનથી જમીન સમતળ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી, જેના કારણે ઉભા પાકને વ્યાપક નુકસાન થયું હતું.


ગામ માં રોષ

પાક સંપૂર્ણ રીતે નષ્ટ થતાં ખેડૂતને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે અને પરિવારની રોજગારી પર પણ અસર પડી છે. આ ઘટનાથી ગામમાં રોષનો માહોલ સર્જાયો છે.


પોલીસ ફરિયાદ

ઘટનાને લઈ ખેડૂતે માલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ન્યાય અને નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી છે. પોલીસ દ્વારા મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.


કડક કાર્યવાહી

સ્થાનિક ખેડૂતોએ પણ આ પ્રકારની ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કહ્યું છે કે સોલાર પ્રોજેક્ટના નામે ખેડૂતોના હક્કો છીનવાઈ રહ્યા છે.


કૃષિપ્રગતિ

See also  Farmer ID Card 2026 શું છે? | ખેડૂત ઓળખ કાર્ડ સંપૂર્ણ માહિતી

વધુ માહિતી માટે કૃષિપ્રગતિ જુવો


Solar Land Dispute and Crop Damage News