સાબરકાંઠા અને અરવલ્લીમાં ઠંડીનો પ્રકોપ: હિમાલયી પવનોથી લોકો ઠુંઠવાયા.
વધઘટાયેલા વાતાવરણ વચ્ચે 13 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો, પોશીના પંથકમાં તાપમાન 7 ડિગ્રી સુધી ઘટ્યું

sabarkantha-aravalli-cold-wave-news
હિંમતનગર, મોડાસા: છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કોમોસમી વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વધઘટાયેલા વાતાવરણ સાથે પવનની ઝડપમાં વધારો થતા ઠંડીનો તીવ્ર પ્રકોપ અનુભવાયો હતો.
sabarkantha-aravalli-cold-wave-news
શનિવારે વહેલી સવારે પવનની ઝડપ 13 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચતા ઠંડીનો અનુભવ વધુ થયો હતો. ખાસ કરીને પોશીના પંથકમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું, જેથી જનજીવન પ્રભાવિત થયું હતું.
વરસાદની આગાહી
વરસાદની આગાહી વચ્ચે વાતાવરણમાં બદલાવ સાથે પવનની ગતિ વધતા ઠંડીનો જોર વધ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ સુધી ઠંડીમાં વધુ વધારો થવાની શક્યતા છે.
હિમાલયના ઠંડા પવનો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત પરથી પસાર થતી સિસ્ટમથી ઉત્તર ભારતના હિમાલયી વિસ્તારોમાંથી ઠંડા પવનોનું આગમન થયું છે, જેનાથી રાત્રીના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
ઠંડી નો પ્રકોપ
ઠંડીના વધતા પ્રકોપને કારણે સવાર અને રાતના સમયે લોકો સ્વેટર, શાલ અને ગરમ કપડાંમાં જોવા મળ્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે.
હવામાન વિભાગની સલાહ
હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને જરૂર વિના ખુલ્લામાં ન રહેવાની સલાહ આપી છે.
વધુ માહિતી માટે કૃષિપ્રગતિ જુવો