પશુઓમાં થતા રોગોના પ્રાથમિક લક્ષણો અને અટકાવવાના ઉપાયો
પરિચય
ભારત એકકૃષિપ્રધાન દેશ છે અને મોટા ભાગના ખેડૂતો ખેતી સાથે પશુપાલન પણ કરે છે. જો પશુઓમાં થતા રોગોની યોગ્ય તકેદારી લેવામાં ન આવે, તો તેનાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આ માટે, પશુઓમાં થતા સામાન્ય અને ગંભીર રોગોના પ્રાથમિક લક્ષણો તેમજ તેમને અટકાવવાના ઉપાયો અંગે જાણકારી રાખવી જરૂરી છે.
![]() |
| પશુઓમાં થતા રોગોના પ્રાથમિક લક્ષણો અને અટકાવવાના ઉપાયો |
૧. બેક્ટેરિયા દ્વારા થતા રોગો
ગળસુંઢો (HS)
- લક્ષણો:
- 105°F થી 108°F તાવ
- મોઢામાંથી લાળ પડવી
- શ્વાસોચ્છવાસ અને ધબકારા વધવું
- ગળા પાસે સોજો અને અવાજ
- 24–36 કલાકમાં મૃત્યુ શક્ય
- અટકાવ:
- દર 6 માસે રસીકરણ (મે-જૂન અને ડિસેમ્બર)
- તાત્કાલિક પશુચિકિત્સકની સારવાર
