નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના | KrushiPragati
🚜🌾 નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના 🌾👩🎓
“જે રીતે ખેતરમાં ખાતર નાખીએ તો પાક સારું થાય છે, એ જ રીતે શિક્ષણમાં સહાય મળે તો બાળકોનો ભવિષ્ય ઉજ્જવળ બને છે.”
📌 યોજનાની સહાય
- ✅ ધોરણ 11 અને 12 દરમિયાન ➡️ ₹1000 / મહિનો (10-10 મહિના)
- ✅ ધોરણ 12 પાસ કર્યા બાદ ➡️ ₹5000 ની સહાય
- 👉 કુલ સહાય : ₹25,000
🌟 યોજનાનો હેતુ
આ યોજના ખેડૂત પરિવારના બાળકોને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી છે. ઘણા વિદ્યાર્થીઓ પાસે પ્રતિભા હોવા છતાં આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ અભ્યાસ છોડે છે. આ યોજના એવા વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડી તેમના સપનાઓને સાકાર કરવા મદદ કરે છે.
👨👩👧👦 કોણ લાભ લઈ શકે?
- ➡️ વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- ➡️ વિદ્યાર્થીએ ધોરણ 10 પાસ કરીને ધોરણ 11-12 માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લીધો હોવો જોઈએ.
- ➡️ વિદ્યાર્થીનો પરિવાર ખેતી આધારિત હોવો જોઈએ.
- ➡️ આવક મર્યાદા અંગે સરકારની સૂચના મુજબ પાત્રતા નક્કી કરવામાં આવશે.
📋 જરૂરી દસ્તાવેજો
- ✅ વિદ્યાર્થીનો આધારકાર્ડ
- ✅ શાળા / કોલેજનું પ્રવેશ પ્રમાણપત્ર
- ✅ ધોરણ 10 નું માર્કશીટ
- ✅ ખેડૂત હોવાનો દાખલો (૭/૧૨, ૮-અ)
- ✅ બેંક પાસબુકની ઝેરોક્સ
- ✅ પાસપોર્ટ સાઈઝ ફોટો
🖊️ અરજી પ્રક્રિયા
આ યોજનામાં અરજી કરવા માટે રાજ્ય સરકારની અધિકૃત વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અરજી દરમિયાન સાચા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. અરજીની તપાસ થયા પછી પાત્ર વિદ્યાર્થીઓને સહાય રકમ સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
ઓનલાઇન અરજી કરો
- ➡️ ક્લિક કરો
📢 મહત્વપૂર્ણ નોંધ
- ➡️ અરજી ફોર્મ ભરતી વખતે તમામ માહિતી સાચી આપવી.
- ➡️ કોઈ પણ ખોટી માહિતી આપવાથી સહાય રદ્દ થઈ શકે છે.
- ➡️ અરજીની છેલ્લી તારીખ પહેલાં જ અરજી કરવાની રહેશે.
👩🎓 આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રગતિ કરવા સહાય મળી રહી છે. ખેડૂતોના બાળકોને આર્થિક મજબુતી આપવાનો અને તેમની પ્રતિભાને ઉજાગર કરવાનો આ સરાહનીય પ્રયાસ છે. આવી માહિતી અમારી સાથે જોતા રહો કૃષિપ્રગતિ પર.
#આપણું_ગુજરાત_શિક્ષિત_ગુજરાત