દિવેલાના પાકમાં ઘોડિયા ઇથળની ઓળખ, નુકસાનના લક્ષણો અને નિયંત્રણ
👁️ ઓળખ:
આ જીવાતની ફૂંડી મજબૂત બાંધણી, રાકોડીયા રંગની હોય છે.
– તેની અગ્ર પાંખ બલામી રંગની અને પાછળની પાંખ ઘેરા રંગની હોય છે.
– જેમાં સફેદ ટપકા જોવા મળે છે.
– ઇથળ રાકોડી કે બલામી રંગની ઘોડિયા ઇથળ છે.
– જે ચાલે ત્યારે ઉદર પ્રદેશનો ભાગ ઊંચો થાય છે.
⚠️ નુકસાનના લક્ષણો:
– નાની ઇથળો પાનને કાપે છે.
– મોટી ઇથળો પાનની નસો સિવાયનો બધો જ લીલો ભાગ ખાઈને છોડને ઝાંખરા જેવો બનાવી દે છે.
🛠️ નિયંત્રણ:
૧) ફેરોમોન ટ્રેપ:
ઘોડિયા ઇથળની નર ફૂંડીઓને આકર્ષવા માટે 8 થી 10 ફેરોમોન ટ્રેપ પ્રતિ હેક્ટર વાવણી બાદ ખેતરમાં ગોઠવવા.
૨) રાસાયણિક નિયંત્રણ:
ઘોડિયા ઇથળ ક્ષય માત્રા પ્રતિ છોડ 4 થી વધે તો:
– ક્લોરાંત્રાનિલિપ્રોલ 18.5% એસસી – 3 મિ.લી.
– ઈન્ડોક્સાકાર્બ 14.5% એસસી – 5 મિ.લી.
– કલોરપાયરીફોસ 20 ઈસી – 20 મિ.લી.
– ડાઈમાલીફોસ 25 ઈસી – 20 મિ.લી.
ઉપરોક્ત દવાઓમાંથી કોઈ એક 10 લિટર પાણીમાં ભેળવીને 15 દિવસના અંતરે બે છંટકાવ કરવો.
૩) જૈવિક નિયંત્રણ:
બેસિલસ થૂરેજીનેસિસ રોગપ્રતિકારક જીવાણુનો પાવડર 30 ગ્રામ / 10 લીટર પાણી સાથે ભેળવો.
બીજું કે ત્રીજું અવસ્થાની ઘોડિયા અને પાન ખાવનારી ઇથળો જોવા મળે ત્યારે સાંજના સમયે છંટકાવ કરો.
૪) પ્રાકૃતિક ખેતી નિયંત્રણ:
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ ઉપલબ્ધ મુલ્યવાન દ્રાવણો (દશપર્ણી એક, બ્રહ્માસ્ત્ર, અગ્નિાસ્ત્ર – કોઈપણ એક) 100 લિટર પાણીમાં 3 લિટર ભેળવીને 15 થી 20 દિવસના અંતરે છંટકાવ કરવો.
📅 પ્રકાશન તારીખ: 30 ઑગસ્ટ, 2025
