
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પર્યાવરણ અનુકૂળ અને ગૌ આધારિત બાયો ઇનપુટ સપોર્ટ આપવા માટે “ગૌ આધારીત બાયો ઇનપુટ યોજના” શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોએ પોતાની ખેતી માટે જરૂરી બાયો ઇનપુટ ખરીદવા માટે સહાય મેળવી શકે છે.
યોજનાની વિગતો:
ગૌ આધારીત બાયો ઇનપુટ યોજના – સહાય વિગતો
C-1
• સામાન્ય ખેડૂતો: 50% (મહત્તમ ₹4,000)
• અનુસૂચિત જાતિ/જનજાતિના ખેડુતો: 75% (મહત્તમ ₹5,000)
C-2
• સામાન્ય ખેડુતો: 50% (મહત્તમ ₹5,000)
• અનુસૂચિત જાતિ/જનજાતિના ખેડુતો: 75% (મહત્તમ ₹7,000)
C-3
• સામાન્ય ખેડુતો: 50% (મહત્તમ ₹7,500)
• અનુસૂચિત જાતિ/જનજાતિના ખેડુતો: 75% (મહત્તમ ₹10,000)
અરજી કરવાની તારીખ:
17 મે 2025 થી 31 ઓગસ્ટ 2025
યોગ્યતા:
• ગુજરાત રાજ્યના કાયદેસર ખેડૂત
• ગૌ આધારિત બાયો ઇનપુટ ખરીદવા ઈચ્છુક
લાભ:
• ખેડૂતોને તેમના ખેતી ખર્ચમાં સહાય
• પર્યાવરણ અનુકૂળ ખેતી માટે પ્રોત્સાહન
• કૃષિ ઉત્પાદનને વધારે વ્યાવસાયિક બનાવવું
કેવી રીતે અરજી કરશો:
1. નિકટતમ કૃષિ વિભાગ અથવા Krushipragati.in વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
2. જરૂરી દસ્તાવેજો સાથે અરજી સબમિટ કરો.
3. અરજીઓનું વેરીફિકેશન થય બાદ સહાયની રકમ ખાતામાં જમા કરવામાં આવશે.