ગૌશાળાનું મહત્વ અને પશુ રહેઠાણ
✅ સ્વચ્છ અને નિરામય દૂધ ઉત્પાદન માટે
✅ પશુ સ્વાસ્થ્ય રક્ષણ માટે
✅ ઉર્જા, પોષણ અને મજૂરી ખર્ચ બચાવવા માટે
👉 ગૌશાળામાં યોગ્ય વાડા અને શેડ બનાવવું ખુબજ જરૂરી છે.
🏠 પશુ રહેઠાણના ફાયદા
- પશુઓને વિષમ આબોહવાથી રક્ષણ
- સારવાર અને સંવર્ધન સરળ બને
- જંગલી પ્રાણીઓથી રક્ષણ
- આરામદાયકતા → દૂધ ઉત્પાદન વધે
🐮 કેટલ શેડ (દૂધાળ ગાય/ભેંસ માટે)
- બે લાઈનમાં સામસામે માથું રાખીને બનાવવો.
- સ્થાન: ગાય દીઠ 5-6 ફૂટ ઊભા રહેવાની જગ્યા.
- ગમાણ: મોટા જાનવરો માટે 1.5 ફૂટ ઊંચી, 1 ફૂટ ઊંડી.
- માર્ગ: વચ્ચે 8-10 ફૂટ પહોળો રસ્તો ટ્રેક્ટર/ગાડું પસાર થાય એવો.
- ભોંયતળ: સિમેન્ટ-કોન્ક્રીટ, અછિદ્રાળુ અને ખરબચડું.
- છાપરૂ: એસ્બેસ્ટોસ/કોન્ક્રીટ/નળીયું, ઊંચાઈ 8-10 ફૂટ.
🐄 કાફ શેડ (વાછરડા માટે)
- દરેક વાછરડાં માટે વ્યક્તિગત પેન → રોગ ફેલાય નહીં.
- જગ્યા: 3’ × 4’