ગુજરાતની પ્રખ્યાત ગાય અને ભેંસની જાતો
ગુજરાત રાજ્ય પશુધન માટે પ્રખ્યાત છે. અહીં અનેક દુધાળ તથા ભારવાહક જાતિઓ જોવા મળે છે. ચાલો ગુજરાતની જાણીતી ગાય અને ભેંસની જાતિઓ વિષે જાણીએ.
🐂 કાંકરેજ ગાય
- ગુજરાતમાં ઓળખાણ: બનીઆઈ, વઢીયારી (વિદેશમાં Gujarat Cow).
- મૂળ વિસ્તાર: કચ્છનું રણ, થરપારકર, અમદાવાદ, ડીસા, રાધનપુર.
- બાહ્ય લક્ષણો: સફેદ-ભૂખરા રંગની ગાયો, કાળા રંગનો આગળ-પાછળનો ભાગ, અર્ધચંદ્રાકાર શીંગડાં, પહોળું કપાળ.
- આર્થિક લક્ષણો:
- ભારવાહક અને ઝડપી ચાલવાળી.
- બળદો સવાઈ ચાલ માટે પ્રખ્યાત.
- દૂધ ઉત્પાદન: સરેરાશ 1200–2500 કિ.ગ્રા.
- પ્રથમ વિયાજણ: 45–50 મહિના.
- બે વિયાણ વચ્ચે 17–18 મહિના.
📍 ઉછેર કેન્દ્રો:
- ભૂજ (કચ્છ) – 02832-230804
- થરા (બનાસકાંઠા) – 02747-222247