પશુપાલકો માટે તબેલો લોન યોજના | Gujarat Government Scheme
અનુસૂચિત જનજાતિ પશુપાલકો માટે ₹4,00,000 સુધીની તબેલો લોન યોજના
🚜 પશુપાલકો માટે તબેલો લોન યોજના
ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને તબેલો બનાવવા માટે ₹4,00,000 સુધીની લોન આપવામાં આવે છે. આ યોજના ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ મારફતે અમલમાં મુકાય છે.
યોજનાનો હેતુ: પશુપાલનને પ્રોત્સાહન આપવો, ડેરી વ્યવસાયમાં વૃદ્ધિ કરવી અને દૂધ ઉત્પાદન વધારવાનો છે.
st-category-cattle-shed-loan-gujarat-400000
✅ પાત્રતા
- ઉંમર : 18 થી 55 વર્ષ
- આવક મર્યાદા :
- ગ્રામ્ય વિસ્તાર : ₹1,20,000
- શહેરી વિસ્તાર : ₹1,50,000
- લાભાર્થી ગુજરાતનો સ્થાયી રહેવાસી હોવો જોઈએ
- લાભાર્થીએ જાતિ પ્રમાણપત્ર (ST) ફરજિયાત આપવું પડશે
💰 સહાય રકમ
- સરકાર દ્વારા તબેલો બનાવવા માટે ₹4,00,000 સુધીની લોન ઉપલબ્ધ
- લોન પર સરકાર દ્વારા સબસિડી (રાહત) પણ આપવામાં આવે છે (વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ છે)
📋 જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર (ST સર્ટિફિકેટ)
- રેશન કાર્ડ
- જમીનના દસ્તાવેજ (7/12, 8-A)
- બેંક પાસબુક
- પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ

🖊️ અરજી પ્રક્રિયા
- અધિકૃત વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરો
- જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજ અપલોડ કરો
- અરજીની તપાસ બાદ નિગમ દ્વારા લોન મંજૂર થશે
- લોન સીધી બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે
💡 નોંધ: અરજી કરતા પહેલા સંપૂર્ણ માર્ગદર્શિકા અને તાજા અપડેટ્સ માટે અધિકૃત વેબસાઇટ ચકાસવી જરૂરી છે.
આવીજ અન્ય માહિતી માટે અમારી વેબસાઈટ કૃષિપ્રગતિ જોડે જોડાયેલા રહો